| Tuesday, June 2, 2009 |
|
તમે માંગો ત્યારે અને ત્યાં હાજર DVBAR9676 1/19/2009 Author : Alpesh Sonvane, Vadodara બૂટલેગરો દારૂની ડિલિવરી આપવા બાઈક પર પોતાની પત્ની અને બાળકને પણ લઈ આવે છેશાકભાજી, પિઝા અને ઈસ્ત્રીનાં કપડાં તો ઠીક પણ હવે દારૂની બોટલ પણ હોમ ડિલિવરી કરાય છે! શહેરમાં પોલીસની ચાંપતી નજર અને પોલીસના વારંવારના દરોડા બાદ બૂટલેગરોએ દારૂના વેચાણ માટેનો એક નવો રસ્તો અજમાવ્યો છે. કોઈને શંકા ન જાય તે રીતે બૂટલેગરો પોતાના ગ્રાહકોને દારૂ પહોંચાડી રહ્યાં છે. શહેરના અકોટા, ફતેગંજ, વાડી, ફતેપુરા, ગોરવા, સયાજીગંજ, યાકૂતપુરા અને ન્યાયમંદિર વિસ્તારના કેટલાક બૂટલેગરોએ પોતાના ગ્રાહકોને સાચવી રાખી તેમને વિદેશી દારૂનો જથ્થો સમયસર પૂરો પાડવા માટે ‘દારૂની હોમ ડિલિવરી’ કરે છે. બૂટલેગરોએ વધુ રિસ્ક ન ઊઠાવી માત્ર એક કે બે જ બોટલ બાઈક પર સપ્લાય કરે છે. તેમજ કેટલાક બૂટલેગરો પોતાની પત્ની અને બાળકોનો પણ આ ધંધામાં ઉપયોગ કરેછે. દારૂની ડિલિવરી આપતી વેળા બૂટલેગર બાઈક પર પાછળ તેની પત્ની અને આગળ તેના નાના બાળકને બેસાડે છે. જેથી શંકા ન જાય. ગ્રાહકના કોલ આવતાની સાથે બૂટલેગર દારૂની બ્રાન્ડ નક્કી કર્યા બાદ તેની કિંમત નક્કી કરે છે.ત્યાર બાદ દારૂની ડિલિવરી માટે ગ્રાહકના જણાવ્યા પ્રમાણે ગ્રાહકના ઘરે ડિલિવરીનું સ્થળ નક્કી કરવામાં આવે છે. શાકમાર્કેટની માફક ભરચક હોય તેવા વિસ્તારો બૂટલેગરોને વધુ માફક આવે છે. ટેલિફોનિક વાતચીત બાદ ગ્રાહક બૂટલેગરની વાટ જુએ છે. તેમ છતાં બૂટલેગર ડિલિવરી આપતો નથી. પરંતુ, જયારે ગ્રાહક બૂટલેગરને બીજો ફોન કરે ત્યારે બૂટલેગર ગણતરીના સમયમાં ગ્રાહકના ઘરની નજીક પહોંચી આસપાસના એરીયાનું નિરિક્ષણ કરે છે. ડિલિવરીની જગ્યા સુરક્ષિત જણાય તો ગ્રાહકનો ટેલિફોનીક સંપર્ક કરી થોડાકી જ ક્ષમોમાં આવું છુ તેમ જણાવી ગ્રાહકના ઘરે પહોંચી ડિલિવરી આપે ... |
posted by Alpesh sonavane @ 11:50 AM   |
|
|
|
|
|
કાંકરી જેવડી કાપલીમાં ‘સિલેબસની ખાણ’! Alpesh Sonavane, Vadodara Monday, March 16, 2009 02:58 [IST] પરીક્ષા ખંડની બહાર ઉભેલા વિધાર્થીના હાલનું શાબ્દિક વર્ણન પણ કપાળે બાઝેલાં પરસેવાનાં ટીપાંનો અનુભવ કરાવી દે. બોર્ડ પરીક્ષામાં ભલભલા ખાંટુઓ જમીન પર આવી જાય છે ત્યારે કેટલાક વિરલાઓને આની જરીક પણ ફિકર નથી હોતી. તેમને માટે જરૂરી હોય છે પહેલી પંદર મિનિટ. આ પંદર મિનિટમાં તેઓ તેમનો ખેલ પૂરો કરી દે છે અને પછી પેપર પુરું કરવામાં તેઓ લાગી પડે છે. પરીક્ષા ખંડના ખેલના એક જાંબાજ વિદ્યાર્થી આકાશ જોશીએ પોતાની એસ્પર્ટાઇઝનું વર્ણન કરતાં કહ્યું કે, ‘આગળ ટેબલ પર મોબાઈલ સહિતની શૈક્ષણિક સામગ્રી મુકીને સીટ નંબર ચેક કરી બેન્ચ પર બેઠાં કે તુરંત જ સુપરવાઈઝરે આન્સર શીટ આપવાનું શરૂ જ કર્યું હતું. હજી તો પ્રશ્નપેપર આપવાનો બેલ પડયો ન હતો એટલે સુપરવાઈઝર બેઘ્યાન હતા. એ દરમિયાન મેં મોબાઈલ ફોનના કવરને શર્ટના ઉપલાં ખિસ્સામાંથી કાઢી બેન્ચ પર મુકી તેને ત્રાસું કર્યું અને ઉત્તરવહીનાં છેલ્લાં પાને લખવાનું શરૂ કરી દીધું... sd,ec,h,gd,rc,cfr આવા ટૂંકાક્ષરો અને જાતજાતના સૂત્રો વડે મેં જોતજોતામાં આખુંય પાનું ભરી દીધું. જાણે પરીક્ષાનું ટેન્શન માથા પર ભમતું હોય તેમ કપાળ પર વળેલાં પરસેવામાં આંગળીઓ ઘસીને મેં મોબાઈલ કવર પર ઘસી નાંખી પછી મને રાહત થઇ.’ કહાની મેં અસલી ટ્વીસ્ટ તો પછી આવે છે. તે કહે છે, ‘ બીજો બેલ વાગતાની સાથે સુપરવાઈઝરે પ્રશ્ન પત્ર આપવાની શરૂઆત કરી. તેની સાથોસાથ વિધાર્થીર્ની પાસે રહેલા સામાનની ચકાસણી પણ કરી. મારી બેન્ચ પાસેથી આગળ ધપી રહેલા સુપરવાઈઝર એકાએક થંભી ગયા અને ડોકું પાછળ ફેરવી ત્રાસી નજરે બોલ્યાં, ‘અલ્યાં, આ શું છે ! મોબઈલ કવર સાથે રાખે છે?’ મેં સહજતાથી જવાબ આપ્યો, ‘સાહેબ વાંધો હોય તો મુકી દઊ, આમાં કાપલી થોડી છે’ કહી ટેબલ પર કવર મૂકતા મૂકતા મને થયું દોસ્ત ‘અબ કયા જબ ચિડિયા ચૂગ ગઈ ખેત...’ આકાશના સ્મિત પાછળનું ‘કાળુ ધેરાયેલું રહસ્ય’ સુપરવાઈઝરની સમજ બહારનું હતું જે એક માત્ર આકાશ જ જાણતો હતો. આકાશે મોસ્ટ આઈએમપી પ્રશ્નોના પોઈન્ટ્સ, ટૂંકા જવાબો,સૂત્રો વગેરે તેને સમજણ પડે તેવી ભાષામાં બધુંય એક બ્લેક જેલ પેનની મદદથી મોબાઈલના કવર પર લખી નાખ્યું હતું. કાળા રંગના કવર પર લખાયેલું આવું લખાણ નરી આંખે જોવાથી ગાયબ થઈ જાય અને પ્રકાશ પડતાની સાથે કવર પર સ્પષ્ટ રીતે ઊભરી આવે તેવાં હતાં અને આવી રીતે આખેઆખા સિલેબર્સનો હાથવગો હતો. આખું વર્ષ જલસાં કર્યા પછી આવેલી પરીક્ષા ભલભલા વિધાર્થીઓની ‘મહેનત’ માપી લે છે. આગામી તા.૧૭મી માર્ચથી બોર્ડની ધો.૧૦ અને ધો.૧૨મીની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. જયારે તેની સાથોસાથ એમ.એસ. યુનિર્વસિટીની પરીક્ષા પણ તા.૨૧મી માર્ચથી શરૂ થઈ રહી છે. ત્યારે કાપલીબાજોના ફૂળદ્રૂપ દિમાગ વધુ તેજ થઈ જાય છે. સુપરવાઈઝરોની આંખોમાં ધૂળ નાખવામાં આવા કાપલીબાજો કેવી તૈયારીઓ કરે છે તે ખરેખર રસપ્રદ વાત છે. પરિક્ષા આડી હોય ત્યારે વિદ્યાર્થીઓના ભેજાં વધુ ફળદ્રૂપ બની જાય છે. કેમ્પસમાં કેટલાક ‘ઉસ્તાદો’ એવાં છે કે તેમના ભેજાં ભલે ખાલી હોય પણ પરીક્ષાના ઉકેલ માટે નાની અમથી પરચીના પુરતી હોય છે. ટીવાય બીકોમનો અમન શાહ જાણે કે કાગળ પર કશુંક લખે છે પરંતુ તે લખાણ કંઈ દેખાતું નથી. તે જ કાગળને પ્રકાશમાં ત્રાસુ ધરવામાં આવે તો લખાણ આપોઆપ દેખાય છે . હિન્દી ફિલ્મોના જાણીતા વિલન જીતના પીઠ્ઠ રોબર્ટ માઈકલ જેમ તેના મુએબલ એડીવાળા બુટમા એસવાય બીએનો મહેશ પટેલ સ્ટાઈલમાં સફાઈપૂર્વક કાપલી મુકી દે છે. કોલેજ કેમ્પસની ‘બબલીઓ’ પણ ભલભલા ‘બંટી’ને ભૂ પીવડાવી દે તેવી છે. ટીવાય બીએસસીની અંજલી કાપડિયા કહે છે કે, ‘તદ્દન ઝીણાં અક્ષરે કાપલી બનાવવાથી આખેઆંખો સિલેબસ માત્ર બે કાપલીમાં જ આવી જાય છે, પ્લેઇન વ્હાઇટ ડ્રેસમાં ઝીણા અક્ષરે લખીને પણ કોપી કરાય પણ એ થોડું જોખમી છે.’ આમ તો કાપલી છૂપાવવાની પદ્ધતી વિશે તેણે મૌન સેવ્યું હતું. પરંતુ, જાણકારો કહે છે તે વિધાર્થિનીઓ હેરબેન્ડની પીનથી લઈને પગના સેન્ડલ સુધીની એસેસરિઝમાં કાપલી મુકતાં ખચકાતાં નથી. જેમાં વિધાર્થિનીઓ બિન્ધાસ કાપલી સંતાડીને લઈને જાય છે. ક્યાં હોય છે કાપલીબાજોની પહોંચ કાપલી સંતાડેલી પેન કાનની ઉપર સ્કર્ટ કે જીન્સ પેન્ટની સીલાઈ વચ્ચે પગ પર ટૂંકાક્ષરો લખી નાખે છે આંતરિક વસ્ત્રોની ઈલાસ્ટિક વચ્ચે સેન્ડલના તળીયે સેલોટેપથી રિસ્ટ બેન્ડના પતરાં વચ્ચે ડ્રેસની અંદરની બાજુ વલક્રુ વડે કાપલી ચોંટાડવી માથામાં સેફટીપીન હેરપીનથી પરચી દબાવવી શર્ટની કોલરની સિવાઈ વચ્ચે શર્ટની બાય પર પેન્સીલથી લખી જઈને સ્ટિકર પર લખાણ કરી બેન્ચની આગળની બાજુ ચોંટાડી દે છે સ્ટીલની ફૂટપટ્ટી પર પેન્સીલથી લખે છે બેલ્ટના લેધર વચ્ચે કાપલી દબાવવી આંગળીની વિંટી વચ્ચે ગડીવાળીને કાપલી રાખવી મુવેબલ એડીવાળા શુઝનો ઊપયોગ બટનની પટ્ટીની સિલાઈ વચ્ચે ખાલી રિફિલ વડે લખાણ લઈ આવવાથી એક નજરે લખાણ વંચાતું નથી. (વિધાર્થીઓના નામો બદલેલા છે) કોપીમાં પણ ‘ગજીની’ બોર્ડની પરીક્ષા દરમિયાન વર્ગખંડમાં મેમરી લોસ થઇ જવાના ડરથી પીડાતા વિધાર્થીઓ હવે ‘ગજની’ના શરણે ગયા છે. ખંડમાં જો કોઇ વિધાર્થી પોતાના શર્ટની અંદર ફૂંક મારતો જણાય તો એમ ન માની લેતાં કે તે ગરમીથી રાહત મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યો છે, શકય છે કે તે શરીર પર ગજની સ્ટાઇલમાં લખેલા જવાબો વાંચી બોર્ડનો કિલ્લો સર કરવાનો પ્રયાસ કરતો હોઇ શકે છે. ગયા વર્ષે સ્કવોર્ડમાં સક્રિય ભૂમિકા ભજવનાર શહેરના એક આચાર્યએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં કાપલીઓ વધુ મળી આવે છે. વિધાર્થિનીઓને પી.ટી.સી.માં પ્રવેશ મેળવવા માટે ઊચા ટકા આવશ્યક હોવાથી કાપલી કરતી હોય છે. તેઓ કમર તેમજ વક્ષસ્થળના ભાગે કાપલી સંતાડે છે. ગયા વર્ષે રોજ કાપલી કઢાવવા છતાં બીજા દિવસે તે જ વિધાર્થિની પાસેથી પરચી મળી આવતી હતી. તેમજ કાપલી કરાવવામાં વાલીઓની ભૂમિકા મુખ્ય હોય છે. જેઓ શાળાની નીચી દીવાલોને લઈ કાપલી બારી વાટે ફેંકી દે છે. |
posted by Alpesh sonavane @ 11:47 AM   |
|
|
|
|
|
પોલીસ માટે માથાંનો દુખાવો : રેઢાં વાહનો Alpesh Sonavane, Vadodara Sunday, February 15, 2009 02:55 [IST] ગુજરાત સહિત દેશભરમાં આતંકવાદી તેમના નાપાક ઈરાદાઓને અંજામ આપવા સાઈકલ, બાઈક જેવાં ટૂ વ્હીલર વાહનોનો ઉપયોગ કર્યો હતો. ત્યારે રેલવે સ્ટેશન સહિતના જાહેર સ્થળોએ પડેલા બિન વારસી વાહનો પોલીસ માટે માથાનો દુ:ખાવો બની ચૂકયાં છે. વડોદરા રેલવે સ્ટેશનના હદ વિસ્તારમાંથી આવાં બિનવારસી હાલતમાં મળી આવેલાં સંખ્યાબંધ વાહનોને પોલીસે કબજે લીધેલાં છે. રેલવે પોલીસે રેલવે સ્ટેશન વિસ્તારમાંથી વર્ષ ૨૦૦૦થી ૨૦૦૯ના ફેબ્રુઆરી મહિના સુધીમાં કુલ ૪૪થી વધુ વાહનો કબજે કર્યાં હતાં. બિનવારસી હાલતમાં મળી આવેલાં આ વાહનો પૈકી માત્ર એક સાઈકલ હતી. જે વર્ષ ૨૦૦૫માં રેલવે સ્ટેશનના પ્લેટ ફોર્મ નં. ૬ પાસેના પાર્કિંગમાંથી મળી આવી હતી. જયારે આ સિવાયની તમામ મોટર સાઈકલો છે. જેનો હાલ સુધી વારિસ મળી આવ્યો નથી. વર્ષ ૨૦૦૦માં રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ચાર લાવારીસ બાઈક મળી આવી હતી. જયારે ૨૦૦૨માં આઠ બિનવારસી મોટર સાઈકલ, ૨૦૦૩માં ૬ બાઈક, ૨૦૦૪માં ૨ બાઈક, ૨૦૦૫ દરમિયાન એક એટલાસ સાઈકલ, ૨૦૦૬માં છ બાઈક, ૨૦૦૭માં ૩ મોટર સાઈકલ, ૨૦૦૮ના વર્ષ દરમિયાન ૮ અને વર્ષ ૨૦૦૯માં હાલ સુધી ૬ મોટર સાઈકલો બિનવારસી હાલતમાં મળી આવી હતી. રેલવે પોલીસે વર્ષોથી પડી રહેલાં બિનવારસી વાહનોના માલિકની શોધખોળ હાથ ધરી છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી રેલવે પોલીસની હદ વિસ્તારમાં ધૂળખાતાં લાવારીસ વાહનોનો આંક વધવા છતાં તેનો કોઈ માલિક ન આવતાં પોલીસને શંકાકુશંકા સેવાઈ રહી છે. માત્ર ગણ્યાં ગાંઠયાં વાહનોના માલિક મળી આવ્યાં હતાં. જયારે કેટલાંક વાહનોના વારીસ ન મળતાં તેવાં વાહનોની હરાજી પણ કરી દેવાઈ હતી. જયારે મોટાભાગનાં બિનવારસી વાહનોનાં માલિકો કોણ છે ? તે અંગે પોલીસે એક પત્રક બનાવી ચકાસણી શરૂ કરી દીધી છે. મુંબઈ બોમ્બ બ્લાસ્ટ બાદ રેલવે પોલીસે બિનવારસી વાહનો અંગે ગંભીરતા લઈ છેલ્લાં કેટલાંક વર્ષોથી લાવારીસ હાલતમાં મળેલાં વાહનોની યાદી બનાવી છે. વર્ષોથી પોલીસે બિનવારસી હાલતમાં પડી રહેલાં વાહનોને લેવા હાલ સુધી તેના કોઈ માલિક મળી આવ્યા નથી. પોલીસને શંકા છે કે આવાં બિનવારસી હાલતમાં મળી આવેલાં વાહનો ગુનાહિત કત્ય આચરવા માટે ઉપયોગમાં લેવાયેલાં હોવાં જોઈએ. |
posted by Alpesh sonavane @ 11:45 AM   |
|
|
|
| Sunday, January 25, 2009 |
|
સપના મા કરી હતી તે વાતો યાદ આવે છે - sapne me jo ki woh baat yaad aati hia ખુદા ને કરેલી મારી ફરિયાદો યાદ આવે છે - khuda se ki meri har fariyaad aati hai ફફ્ત તારા સંગ જીવન મેહેક્તુ હતુ મારુ - sirf tere sang jivan mehekta tha mera સાથે તારા વીતાવેલા પળો યાદ આવે છે - tere saath bitaye pal yaad aate hai સૂરજ ના કિરણ અજવાસ લાવે જીવન મા - suraj ki kiran se ujala aata hai jivan me ચાંદની તળે કરેલી એ વાતો યાદ આવે છે - chandni tale ki hui baate yaad aati hai કોને કહુ હવે મારા જીવન ની વેદના હવે - kis se kahu mere jivan ki vedna ab જાણ્યે-અજાણ્યે કરેલા મારા ગુનાહો યાદ આવે છે - jane anjaane kiye gunaah yad aate hai ઓળખી ન સક્યો આ “ALPESH” તારા પ્રેમ ને - pehchaan na saka tere pyar ko “dhaval” અશ્રુ ભીની મને એ તારી આંખો યાદ આવે છે - ashko se bhigi woh teri palke yaad aati hai Alpesh _ Sonavane
|
posted by Alpesh sonavane @ 10:49 PM   |
|
|
|
|
Eu fugiat nulla pariatur. Ullamco laboris nisi lorem ipsum dolor sit amet, cupidatat non proident. Sed do eiusmod tempor incididunt velit esse cillum dolore quis nostrud exercitation.
Eu fugiat nulla pariatur. Excepteur sint occaecat duis aute irure dolor sunt in culpa. In reprehenderit in voluptate ut enim ad minim veniam, qui officia deserunt. Ullamco laboris nisi velit esse cillum dolore sed do eiusmod tempor incididunt. Eu fugiat nulla pariatur. |
| |
|
|
| About Me |
|
.JPG)
Name: Alpesh sonavane
Home: Vadodara, Gujarat, India
About Me: B.com with LLB and crime reporter, vadodara.
See my complete profile
|
| Previous Post |
|
| Archives |
|
|
| Sidebar Section |
Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Duis ligula lorem, consequat eget, tristique nec, auctor quis, purus. Vivamus ut sem. Fusce aliquam nunc vitae purus. |
| Sidebar Section |
| Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Duis ligula lorem, consequat eget, tristique nec, auctor quis, purus. Vivamus ut sem. Fusce aliquam nunc vitae purus. |
| Links |
|
|
 |
|